જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. કુલગામના વેમ્પુરામાં પોલીસને બાતમી મળી હતી કે બે આતંકીઓ છુપાયેલા છે, જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.
સુરક્ષાદળોને ઇનપુટ મળ્યો કે બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબાના છે. હવે અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે બંને આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનના છે. બંનેની ઓળખ હજી થઈ નથી.
ઇનપુટ મળ્યા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વમપુરા વિસ્તારમાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓ છુપાયા હતા, કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તે પહેલાં, સુરક્ષા દળોએ તેને ઠાર કરી દીધો હતો.
અગાઉ, સુરક્ષા દળોએ એન્કાઉન્ટરના સ્થળે છુપાયેલાઓને પણ બોલાવ્યા હતા. આતંકીઓના પરિવારે તેમને સેના સમક્ષ આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી, પરંતુ આતંકવાદીઓએ શરણાગતિ આપવાનો ઇનકાર કરી દીધો, જેના પછી સુરક્ષા દળોએ તેમને ઠાર કરી દીધા.