શ્રીનગર: તાજેતરના સમયમાં ખીણમાં એન્કાઉન્ટર આતંકી જૂથ સામે ચાલુ રાખીને, સુરક્ષા દળોએ શનિવારે (૧૩ જૂન) જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ઓછામાં ઓછા બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
કાશ્મીર ઝોન પોલીસે આજે એક ટવીટમાં જણાવ્યું છે કે, “બે અજાણ્યા આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા હતા. વધુ વિગતો જાણવામાં આવસે
કુમુલા જિલ્લાના નિપોરા વિસ્તારમાં આતંકવાદીઓની સંભવિત સ્થાનની માહિતી મળ્યા પછી શુક્રવારે રાત્રે જમ્મુ-કાશ્મીર પોલીસ, સેનાના ૧૯ રાષ્ટ્રીય રાઇફલ્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ (સીઆરપીએફ) ની સંયુક્ત ટીમે એક કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેઓ સ્થળની નજીક આવતા જ છુપાયેલા આતંકીઓ દ્વારા તેમના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર શરૂ થતાં સુરક્ષા દળોએ ફાયરિંગ કર્યું હતું.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આતંકીઓને સૈન્યમાં શરણાગતિ આપવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
બીજી તરફ શનિવારે અનંતનાગના લલ્લન વિસ્તારમાં પણ સંયુક્ત ઓપરેશન શરૂ કરાયું હતું. આતંકીઓ સાથે ઘેરાબંધી અને સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તોપમારામાં બે આતંકવાદીઓ ઠાર કર્યા હતા
આ અઠવાડિયે દક્ષિણ કાશ્મીરમાં આ ચોથો મુકાબલો છે. આ અગાઉ શોપિયન જિલ્લામાં હિઝબુલ કમાન્ડર સહિત 14 આતંકવાદીઓને ત્રણ અલગ અલગ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. છેલ્લા એક અઠવાડિયામાં, સુરક્ષા દળોએ ૧૬ આતંકીઓને ઠાર કર્યા છે, જે ચાલુ વર્ષે ૯૫ ની સંખ્યા લઇને ગયા છે.