ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા જેવા જ મોટા હુમલાની યોજનાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધો હતો. જો કે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર સામે આવતાં હવે ગુજરાતમાં પણ આ મામલે સાવચેતીના પગલાં લઈ એલર્ટ આપવામાં આવી છે. અને ગુજરાતનાં મહત્વના સ્થાનોની સુરક્ષા વધારવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, એલર્ટને પગલે ગાંધીનગર સચિવાલયની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સચિવાલયનાં ગેટ પર હથિયાર અને બુલેટ પ્રૂફ જેકેટ સાથે જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. જો કે આ મામલે સત્તાવાર રીતે ગૃહ વિભાગ કાંઈ પણ જાણકારી આપવા તૈયાર નથી.
જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે પુલવામા જેવા આતંકી હુમલો ષડયંત્રનો સેનાએ નાકામ કરી દીધો છે. અહીં પુલવામાની પાસે એક સેન્ટ્રો ગાડીમાં IED પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જેની ઓળખ થઈ હતી . બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડએ ખૂબ જ સાવચેતી થી આ બોમ્બને ડિફ્યુઝ કરી દીધો હતો.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ફરીથી પુલવામા જેવા મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા, જેને પોલીસ અને સુરક્ષા દળોની આગમચેતી એ નિષ્ફળ બનાવી દીધો હતો . આ હુમલામાં સુરક્ષા દળોના 20 વાહનો નિશાના પર હતા જેમાં 400 જેટલા સીઆરપીએફ જવાનો હોત. પહેલા આ હુમલો જંગ-એ-બદરના દિવસે કરવાની યોજના હતી, પરંતુ ત્યારથી લઇને અત્યાર સુધી પોલીસે એકપણ સુરક્ષા ચૂક થવા દીધી નથી, જેના કારણે આતંકવાદીઓ તેમની યોજનામાં સફળ થઈ શક્યા હતા નહીં. પોલીસે આ હુમલામાં ત્રણ આતંકવાદીઓ સામેલ થયાનો દાવો કર્યો છે. તેમાં પહેલું નામ આદિલ, બીજાનું નામ ફૌજી ભાઈ છે. ત્રીજો કારનો ડ્રાઇવર હતો, જેની પોલીસ તપાસ કરી રહી છે અને વધુ તપાસ NIA દ્વારા કરવામાં આવશે.