પૂર્વી લદ્દાખથી થયેલી આંચકાજનક ઘટનામાં, ગેલવાન ખીણમાં એક મડાગાંઠ પર ચીની સૈનિકો સાથેની અથડામણ દરમિયાન સેનાના એક અધિકારી અને બે જવાનો શહીદ થયા હતા. આ ઘટના ૧૫ જૂનની રાત્રે બની હતી.
અહેવાલની પુષ્ટિ કરતાં એક સૈન્ય અધિકારીએ કહ્યું કે, પરિસ્થિતિને કાબૂ કરવા માટે બંને બાજુ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ હાલમાં સ્થળ પર બેઠક કરી રહ્યા છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલમાં ત્રણેય આર્મી ચીફ અને જનરલ બિપિન રાવત સાથે બેઠક કરી રહ્યા છે.